ગાંધીનગરના પીંડારડામાં કોંગો ફીવર સામે એક્શન લેવામાં આવ્યા છે અને પીંડારડામાં 339 ઘર અને 1519 વ્યક્તિઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે પશુઓ અને પશુઓના સ્થળો પર દવાનો છંટકાવ કરાયો છે અને આરોગ્ય, પશુપાલન વિભાગની ટીમો ડિપ્લોય કરાઈ છે. આરોગ્ય વિભાગની 2 ટીમ કરી છે સર્વેલન્સ અને પશુપાલન વિભાગની પણ ટીમ કરી રહી છે સર્વેલન્સ.
પશુઓ પર સંક્રમિત ઇતરડી કરડવાથી રોગ થઈ શકે
કોંગો ફીવરના લક્ષણો તાવ, ઉલટી, સ્નાયુઓ ખેંચાવવા જેવા લક્ષણો જોવા મળે છે અને યોગ્ય સારવાર ન મળે તો જીવલેણ સાબિત થઈ શકે છે આ રોગ, ગાંધીનગર શહેરમાં ટાઈફોઈડના કેસો સતત વધી રહ્યાં છે. ત્યારે જિલ્લામાં પણ હવે કોંગો ફિવરનો કેસ સામે આવ્યો છે.પિંડારડા ગામમાં કોંગો ફિવરનો કેસ સામે આવતા આરોગ્ય વિભાગની ટીમો દોડતી થઈ ગઈ છે. દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પીડારડા ગામમાં આરોગ્ય વિભાગની બે ટીમો ડિપ્લોય કરવામાં આવી છે. કોંગો ફિવરને પગલે પશુપાલન વિભાગ પણ સક્રિય થયો છે. ગામમાં સર્વેલન્સ અને દવા છંટકાવની કામગીરી હાથ ધરાઈ છે.









