જગદીશ વિશ્વકર્મા ડાંગ, મહુવાની મુલાકાત લેશે અને સંગઠન હોદ્દેદારો, સાંસદ, MLA સાથે બેઠક કરશે આ મુલાકાત દરમિયાન વિશ્વકર્મા સામાજિક-ધાર્મિક કાર્યક્રમમાં પણ આપશે હાજરી.
ભાજપ આગામી ચૂંટણીમાં યુવા ઉમેદવારોને સૌથી વધુ ટિકિટ આપશે !
આગામી સમયમા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચ અને સરકાર દ્વારા આ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યમાં નવી નિમાયેલી મહાનગર પાલિકાઓમાં પણ આ વખતે ચૂંટણી યોજાશે. ત્યારે ભાજપે આ ચૂંટણીને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. ભાજપ આ ચૂંટણીમાં યુવાઓને વધુ ટિકિટ આપશે. બીજી તરફ ત્રણ ટર્મથી ચૂંટણી લડતા ઉમેદવારોને ટિકિટ નહીં આપવાનો નિર્ણય ચાલુ રાખવામાં આવશે.
આ પણ વાંચો : Vadodaraમાં ગેસ સિલિન્ડર માટે સ્થાનિકોને હાલાકી, જુઓ Video









