તમામ જિલ્લા કલેક્ટર કચેરી કક્ષાએથી ઓર્ડર કરવામાં આવ્યો છે, નાયબ મામલતદાર અને ફાજલ શિક્ષકની નિયુક્તિ કરવામાં આવી છે, કલાર્ક કક્ષાના કર્મીઓની સહાયક તરીકે નિયુક્તિ કરાઈ છે અને રાજ્યમાં 11 ડિસેમ્બર સુધી SIRની કામગીરી ચાલશે અને ફોર્મ અપલોડ, એકત્રીકરણ સહિતની કામગીરી કરશે.


[[$googlead]]

બૂથ લેવલ ઓફિસર (BLO)ની ભૂમિકા અત્યંત નિર્ણાયક

ભારતમાં લોકશાહીની મજબૂતી માટે સ્વચ્છ અને સચોટ મતદાર યાદી અનિવાર્ય છે, અને આ લક્ષ્યને હાંસલ કરવા માટે ભારતના ચૂંટણી પંચ (ECI) દ્વારા નિયુક્ત બૂથ લેવલ ઓફિસર (BLO) ની ભૂમિકા અત્યંત નિર્ણાયક બની રહી છે. ચૂંટણી પ્રક્રિયામાં મતદારોની ભાગીદારી વધારવા અને ગેરરીતિઓ ઘટાડવા માટે BLOની આ નવી વ્યવસ્થાએ નોંધપાત્ર સફળતા મેળવી છે.

શું છે BLOની જવાબદારી ?

ECI દ્વારા શરૂ કરવામાં આવેલી આ નવી સિસ્ટમ હેઠળ, BLOની સ્પષ્ટ જવાબદારી નક્કી કરવામાં આવી છે. તેઓ લાયક નાગરિકોને મતદાર બનવામાં અને EPIC (મતદાર ઓળખ કાર્ડ) મેળવવામાં મદદ કરે છે. મતદાર યાદીમાં નામ ઉમેરવા, સુધારવા કે દૂર કરવા માટે વિવિધ ફોર્મ પૂરા પાડે છે, ભૌતિક ચકાસણી કરે છે, અને તેનો અહેવાલ ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર (ERO) ને આપે છે.

[[$alsoread]]


આ પણ વાંચો : Gandhinagar News : ગુજરાતની 700 વર્ષ જૂની ટાંગલિયા કલાને Vibrant Gujarat Regional Conferencesમાં મળશે વૈશ્વિક રોકાણકારો સાથે નવી તક



  • Follow us on: