વર્ષ 2020માં ગુંડા એક્ટ વિધાનસભામાં પસાર થયો હતો અને વિધાનસભાએ વિધેયક રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલ્યું હતું અને કેટલીક જોગવાઇ કેન્દ્રીય કાયદા સાથે સુસંગત નહોતી.
કાયદાના વ્યાપને મર્યાદિત કરીને તેને માત્ર સંગઠિત ગુનાખોરી કેન્દ્રિત કરવાનો છે
ગુજરાત સરકાર રાજ્યના કાયદાકીય માળખામાં એક અત્યંત મહત્વપૂર્ણ ફેરફાર કરવા જઈ રહી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી આગામી વિધાનસભા સત્રમાં ‘ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ (સુધારા) વિધેયક, 2026’ રજૂ કરશે. આ સુધારાનો મુખ્ય ઉદ્દેશ્ય 2015ના મૂળ કાયદાના વ્યાપને મર્યાદિત કરીને તેને માત્ર સંગઠિત ગુનાખોરી (Organised Crime) પર કેન્દ્રિત કરવાનો છે.









