પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ નિયામક બોર્ડ (PNGRB)એ ટેરિફમાં ભાવ ઘટાડાની જાહેરાત કરી છે. જેના કારણે 1 જાન્યુઆરી 2026થી સીએનજી અને પીએનજી (ઘરેલુ પાઈપ નેચરલ ગેસ)ના ભાવમાં 2 થી 3 રૂપિયા પ્રતિ યુનિટ ઘટાડો થઈ શકે છે.
ગ્રાહકોને સીધો ફાયદો થશે
સરકારે સ્પષ્ટ નિર્દેશ કર્યો છે કે, ઓછા દરોનો સંપૂર્ણ લાભ સીધો સામાન્ય ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવે. નિયામક બોર્ડ પોતે તેની નિગરાણી કરશે કે કંપનીઓ ભાવમાં ઘટાડાનો લાભ જનતાને આપે છે કે નહીં. તેનાથી ફક્ત ખાનગી વાહનો અને ટેક્સી ચલાવનારાઓને ફાયદો થશે એવું નથી પરંતુ પાઈપ લાઈન ગેસનો ઉપયોગ કરનારા લોકોને પણ ખર્ચામાં રાહત મળી શકે છે.
કોને કોને મળશે ફાયદો?
આ નવા ટેરિફ સ્ટ્રક્ચર ભારતની 40 ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ હેઠળ આવનારા 312 ભોગોલિક ક્ષેત્રોને કવર કરશે, આ નિર્ણયથી CNG પર ચાલતી કાર્સ, ઓટો અને બસનો પણ ખર્ચ ઘટશે. સાથે સાથે ઘરોમાં પણ ઉપયોગ થતી PNG પણ સસ્તુ થશે.જેનાથી મહિનાનુ બજેટ પણ સુધરશે....









