35 જેટલા દર્દીઓને જરૂર વગર સ્ટેન્ટ બેસાડી દેવાયા છે અને PMJAYમાંથી 42 લાખ મંજૂર કરી લીધા હોવાનું ખુલ્યું છે, કૌભાંડ સામે આવતા આરોગ્ય વિભાગની કાર્યવાહી સામે આવી છે અને કાર્ડિયોલોજી વિભાગ PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, ઓશવાળ આયુષ હોસ્પિટલને 1.26 કરોડનો દંડ કર્યો અને હોસ્પિટલનાં ડો.શ્રીપદ ભિવાસ્કરને સસ્પેન્ડ કરાયા છે.
જામનગર શહેરમાં વધુ એક ખાનગી હોસ્પિટલની PMJAY યોજનામાં મોટી ગેરરીતિ આવી સામે
JCC હાર્ટ ઇન્સ્ટીયુટ બાદ ઓશવાળ આયુષ હોસ્પિટલમાં PMJAYનું ભોપાળું બહાર આવ્યું છે અને શહેરમાં દિગ્વિજય પ્લોટમાં આવેલ ઓશવાળ આયુષ હોસ્પિટલમાં કાર્ડિયાક કૌભાંડ સામે આવતા ખળભળાટ મચ્યો છે, ઓશવાળ આયુષ હોસ્પિટલ દ્વારા 35 જેટલાં દર્દીઓને જરૂરિયાત ન હોવા છતાં સારવાર કરી સ્ટેન્ડ બેસાડી દીધા અને PMJAY યોજનામાંથી 42 લાખ મંજુર કરી લીધા હોવાનું બહાર આવ્યું છે, ઓશવાળ આયુષ હોસ્પિટલને 1 કરોડ 26 લાખ 77 હજારનો દંડ ફટકારી હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઇ.
