પત્ની અને પુત્રીઓ અંગે સત્ય છૂપાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, ઇન્દ્રભારતી બાપુની સંપત્તિ અંગે પણ પત્રમાં આક્ષેપ કરાયો છે અને ઇન્દ્રભારતી બાપુ સામે તપાસની માગ કરાઇ છે, જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં મૃગી કુંડમાં વિવાદિત સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલે નાગા સાધુઓ વચ્ચે જઈને ડૂબકી લગાવી હતી.
ઇન્દ્રભારતી બાપુના ઇશારે જ કુંડમાંથી બહાર કાઢવામાં આવ્યા તેવો કિર્તીનો દાવો
મહાશિવરાત્રીના પર્વ દરમિયાન જૂનાગઢના ગિરનાર સ્થિત મૃગીકુંડમાં નહાવાના વિવાદ બાદ હવે આ મામલો વધુ ગરમાયો છે. સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલે આ કુંડમાંથી બહાર કાઢવામાં આવતા, સીધો ઇન્દ્રભારતી બાપુ પર નિશાન સાધ્યું છે અને તેમના પર ગંભીર આક્ષેપો કર્યા છે. કીર્તિ પટેલે દાવો કર્યો છે કે તેમને ઇન્દ્રભારતી બાપુના ઇશારે જ કુંડમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે તેમના પોતાના શિષ્યો ત્યાં સ્નાન કરી રહ્યા હતા.









