રિપલ પટેલ, પિતા શાંતિલાલ પટેલ, ડોક્ટર ચિન્ટુ પટેલ, જોગા પરમાર સામે ફરિયાદ નોધાઈ છે, ઠંડાપીણાંના સેલ્સમેન ભાવેશ ચૌહાણ પર હુમલો કર્યો અને ગળતેશ્વરના ટીંબાના મુવાડાની થર્મલ ચોકડી પાસે આ ઘટના બની હતી, સેલ્સમેનને જાતિવાચક શબ્દો કહી માર માર્યાની ફરિયાદ સેવાલીયા પોલીસે નોંધી અને એટ્રોસિટી હેઠળ ગુનો નોંધ્યો છે.


[[$googlead]]

સેવાલિયા પોલીસ મથકમાં એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ

ગળતેશ્વર તાલુકાના ભાજપ મહામંત્રીની સાથે ચાર લોકો સામે નોંધાઈ સેવાલિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે, ગળતેશ્વર તાલુકાના ટીંબાના મુવાડાની થર્મલ ચોકડી પર આવેલ પાનની દુકાને કોલ્ડ્રીક્સ એજન્સીના કર્મચારી ભાવેશ ચૌહાણ પર હુમલો કરી માર મારવાની ઘટના બનતા ગળતેશ્વર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ અને હાલના તાલુકા મહામંત્રી રીપલ પટેલની સાથે અન્ય ત્રણ લોકો સામે નોંધાયો ગુનો. કંપનીએ પાન પાર્લર પર કોલ્ડ્રીંક્સ મુકવાનુ ફ્રીઝ આપ્યું હોવાથી કર્મચારી વિઝીટ કરવા અને ઓર્ડર લેવા ગયો હતો જયાં ભાવેશ ચૌહાણને જાહેરમાં માર મારી જ્ઞાતિવાચક શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

મામલામાં એટ્રોસિટી એક્ટ હેઠળ સેવાલિયા પોલીસ સ્ટેશનમાં ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો

(1) રીપલ શાંતિલાલ પટેલ

[[$alsoread]]

(2) જોગાભાઈ પરમાર

(3) શાંતિલાલ રમણભાઈ પટેલ

(4) ડોક્ટર ચિન્ટુભાઈ પટેલ

તમામ રહે ટીંબાના મુવાડા ગામ થર્મલ


આ પણ વાંચો : Gandhinagar News : કોંગ્રેસના શાસનમાં આંગણવાડીના ચોપડા ઉધઈ ખાતી હતી, મંત્રી મનીષા વકીલે કહ્યું, આંગણવાડીઓનું ડિજિટલ મોનિટરિંગ થઈ રહ્યું છે



  • Follow us on: