ખેરાલુ નાગરિક બેંકમાં 12 ડિરેક્ટર માટે ચૂંટણી યોજાવાની હતી અને પરિવર્તન પેનલના ઉમેદવારોએ બળાપો કાઢ્યો અને મોડી રાત્રે નવા બેલેટ પેપર પણ છપાયાની માહિતી સામે આવી છે, ઉમેદવાર અજય બારોટે લગાવ્યો મોટો આક્ષેપ અને ચૂંટણી અધિકારીને ગોંધી રખાયાનો આક્ષેપ અજય બારોટે લગાવ્યો છે.


[[$googlead]]

ધી ખેરાલુ નાગરિક સહકારી બેંકની ચૂંટણી મોકુફ રાખવામાં આવી હોવાની નોટિસ લગાવી

ચુંટણી અધિકારી દ્વારા ચુંટણી મોકુફ રાખવામાં આવી હોવાની નોટિસ લગાવી છે, આજે વિકાસ પેનલ અને પરીવર્તન પેનલના ઉમેદવારોની ચૂંટણી યોજાવાની હતી અને હાલમાં 15 ઉમેદવારો વચ્ચે જંગ હતો, ખેરાલુ પ્રાથમિક શાળા આગળ ઉમેદવારો પહોંચ્યા હતા અને ગઈકાલે સાંજે વિકાસ પેનલના 6 ઉમેદવારોના ફોર્મ રદ થતા નારાજગીની અસરથી મુલતવી રાખી હતી, હાલમાં મતદાન મથકે પરીવર્તન પેનલના ઉમેદવારો પહોંચ્યા છે અને મતદાન મથકે નોટીસ અને તાળા જોઈ ઉમેદવારો ચોંકી ઉઠ્યા.

ચુંટણી અધિકારી ભવાનભાઈ પટેલનો ફોન સ્વીચ ઓફ આવે છે

પરીવર્તન પેનલના ઉમેદવારોએ મીડિયા સામે નિવેદન આપી બળાપો કાઢયો છે અને મોટી સંખ્યામાં ખેરાલુ પીઆઈ સહિતનો પોલીસ કાફલો મતદાન સ્થળે ખડકી દેવાયો છે.

[[$alsoread]]


આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદનો ફ્લાવર શો બન્યો આકર્ષણનું કેન્દ્ર, ત્રણ દિવસમાં 90 હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી


  • Follow us on: