હળવદ તાલુકાના છેવાળાનું રણકાંઠાનું ગામ એટલે ટીકર કે ત્યાં બ્રાહ્મણી નદી પર પુલ આવેલો છે આ પુલ પર છેલ્લા ઘણા સમયથી મોરબી જિલ્લા કલેકટરના જાહેરનામા પ્રમાણે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ નાના-મોટા વાહનો ચાલી રહ્યા હતા. જાહેરનામાના નો ભંગ કરી મોટા 50 ટન ભરેલા વાહનો પણ ત્યાંથી પસાર થતાં આજે સાંજે અચાનક જ પૂલ પર ગાબડું પડ્યું


[[$googlead]]

ભારે વાહનોની અવરજવર તથા ગાબડું પડ્યા હોવાની આશંકા

22 વર્ષ જુના આ પુલ પર ભારે વાહનોની અવરજવર તથા ગાબડું પડ્યા હોવાની આશંકા સ્થાનિકોમાં રોષની લાગણી વારંવાર કહેવા છતાં પણ ભારે વાહનો અહીંયાથી પસાર થતા હતા તંત્રની મીલીભગત સિવાય આ શક્ય નથી હવે તંત્રના પાપે અમારે દરરોજ પાંચ કિલોમીટર લાંબો આટો ફરીને જવું પડશે આ પુલ અંદાજિત 15 જેટલા ગ્રામ્ય વિસ્તારને અસરગ્રસ્ત થશે.

પુલ બંધ કરવાની કામગીરી હાથધરી તંત્રએ

પુલમાં ગાબડુ પડ્યા બાદ તંત્ર સફાળું જાગ્યુ તાત્કાલિક ધોરણે તંત્રના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ ઘટના સ્થળ પર જઈ બેરીકેટેડ લગાવવાની તેમજ પુલ બંધ કરવાની કામગીરી હાથ ધરી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી પરંતુ અકસ્માત બાદ જાગતું તંત્ર ક્યારે લોકોના જીવની ચિંતા કરી કામગીરી કરશે.

[[$alsoread]]


આ પણ વાંચો : Morbi જિલ્લામાં CM ભૂપેન્દ્ર પટેલ વિકાસકાર્યોની ભેટ આપશે, જુઓ Video


  • Follow us on: