પોલીસને ટોમી તરીકે સંબોધન મામલે હોબાળો મચ્યો હતો અને કમરનાં પટ્ટા ગળામાં પહેરાવવાના નિવેદન મામલે રોષ વ્યાપ્યો છે, કાર્યકરોએ કહ્યું અમે પણ પોલીસ પરિવારમાંથી છીએ અને AAP સહપ્રભારી હિતુભા રાઠોડની પોલીસે કરી અટકાયત. સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.
પોલીસે આમ આદમી પાર્ટીના સહ-પ્રભારી હિતુભા રાઠોડને ડિટેઈન કર્યા હતા
સભા દરમિયાન વાતાવરણ ત્યારે તંગ બન્યું જ્યારે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના અગાઉના વિવાદિત નિવેદનોનો મુદ્દો ઉછળ્યો. પોલીસને 'ટોમી' તરીકે સંબોધવા અને 'કમરના પટ્ટા ગળામાં પહેરાવશું' જેવા નિવેદનોને લઈને કાર્યકરો અને વિરોધ કરનારાઓ વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ હોબાળાને પગલે પોલીસે આમ આદમી પાર્ટીના સહ-પ્રભારી હિતુભા રાઠોડને ડિટેઈન કર્યા હતા.
આ પણ વાંચો : Mount Abuમાં મીની જમ્મુ કાશ્મીર જેવો માહોલ, ઠંડીનો પારો 0 ડિગ્રીએ પહોચ્યો, જુઓ Video









