પાટણના સમી તાલુકાના સોનાર ગામની સીમમાં કેમિકલ માફિયાઓનો આતંક જોવા મળ્યો છે.સોનાર ગામની ગૌચરની ખાડીમાં એક ખાનગી કંપની દ્વારા ખુલ્લેઆમ ઝેરી કેમિકલ ઠાલવવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.આ કેમિકલ એટલું ખતરનાક છે કે ખાડીનું પાણી જોતજોતામાં ગુલાબી રંગનું થઈ ગયું છે અને હવામાં એવી તીવ્ર દુર્ગંધ ફેલાઈ છે કે સ્થાનિક ગ્રામજનોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે.ઘટનાની ગંભીરતાને જોતાં GPCB, SDM અને મામલતદાર સહિતનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. જ્યાં તેમને ગ્રામજનોના ભારે આક્રોશનો સામનો કરવો પડ્યો છે.


[[$googlead]]

સેંકડો ગ્રામજનો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા

પાટણના સમી તાલુકાના સોનાર ગામની સીમ નજીક આવેલી ગૌચરની ખાડીમાં કોઈ ખાનગી કંપની દ્વારા રાતોરાત ઝેરી કેમિકલનો મોટો જથ્થો ઠાલવી દેવામાં આવ્યો હતો.કેમિકલ ઠલવાતા જ આખી ખાડી ગુલાબી રંગની થઈ ગઈ છે.આ ઝેરી કેમિકલની તીવ્ર દુર્ગંધ આસપાસના વિસ્તારોમાં ફેલાઈ જતાં ગ્રામજનોના શ્વાસ રુંધાવા લાગ્યા છે અને લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.સ્થાનિક ખેડૂતોને આશંકા છે કે આ ઝેરી કેમિકલની જીવલેણ અસર આસપાસના ખેતરોની જમીન અને ઊભા પાક પર પણ પડશે.જેના કારણે ખેતી સદંતર બરબાદ થઈ શકે છે.ઘટનાને પગલે સોનાર ગામના સેંકડો ગ્રામજનો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા.

કુંભકર્ણની નિદ્રામાં પોઢેલું સરકારી તંત્ર દોડતું થયું

ગ્રામજનોની ઉગ્ર રજૂઆત અને હોબાળા બાદ આખરે કુંભકર્ણની નિદ્રામાં પોઢેલું સરકારી તંત્ર દોડતું થયું હતું.GPCBની ટીમ, સ્થાનિક SDM અને મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ તાબડતોબ સોનાર ગામની સીમે પહોંચ્યા હતા.ઘટનાસ્થળે પહોંચતા જ અધિકારીઓને ગ્રામજનોના પ્રચંડ રોષનો ભોગ બનવું પડ્યું હતું. લોકોએ અધિકારીઓનો ઘેરાવો કરીને ઉગ્ર સવાલો પૂછ્યા હતા કે આખરે આવા કેમિકલ માફિયાઓ સામે કડક પગલાં કેમ નથી લેવાતા? મામલો વધુ બિચકે તે પહેલાં GPCBની ટીમે યુદ્ધના ધોરણે તપાસ શરૂ કરી દીધી હતી.અધિકારીઓએ ખાડીના ગુલાબી પાણીના સેમ્પલ લીધા હતા તેમજ આસપાસના ખેતરોમાંથી માટીના સેમ્પલ પણ એકત્ર કરી ત્યાંથી રવાના થઈ ગયા હતા.

[[$alsoread]]


  • Follow us on: