રાજકોટમાં હવેથી અધિકારીઓનું રાજ નહી ચાલે અને થોડા સમય માટે મનપામાં આજથી વહીવટદાર શાસન લાગુ થશે, શાસકોની ટર્મ પૂર્ણ થતાં વહીવટદાર શાસન લાગુ કરાયું છે અને મનપાના વહીવટદાર તરીકે રેમ્યા મોહનની નિમણૂક કરાઈ છે અને ગઈકાલે રાત્રિના પદાધિકારીઓએ પોતાની સરકારી ગાડીઓ કરી જમા અને પદાધિકારીઓ પોતાને મળેલી સરકારી ચેમ્બર પણ કરશે જમા.
નગરસેવકોના હોદ્દા અને સુવિધાઓ છીનવાશે
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટાયેલ પાંખની 5 વર્ષની મુદ્દત આગામી 11 માર્ચના રોજ પૂર્ણ થઈ રહી છે. લોકશાહી ઢબે ચૂંટાયેલી બોડીની ટર્મ પૂરી થતાની સાથે જ મનપામાં વહીવટદાર શાસનનો આરંભ થશે. રાજ્ય સરકાર દ્વારા આ મહત્વની જવાબદારી રાજકોટના પૂર્વ કલેક્ટર રમ્યા મોહનને સોંપવામાં આવી છે. તેઓ મહાનગરપાલિકાના ઈતિહાસમાં 12મા વહિવટદાર તરીકે કાર્યભાર સંભાળશે. સંભવિત રીતે 12 અથવા 13 માર્ચના રોજ તેઓ પોતાનો ચાર્જ સંભાળી લેશે એવી શક્યતા છે.









