સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલનું કામ શરુ થાય તે પહેલા આયોજન કરવાની માગ છે અને પાણીની કટોકટી ન સર્જાય તે માટે મનપાએ કરી માગ, શહેરમાં રોજ 20 મિનિટ પાણી વિતરણ કરાય છે. 1 જાન્યુઆરી સુધીમાં 3150MCFT પાણી આપવાની માંગણી કરાઈ છે. રાજકોટની જીવાદોરી સમાન આજી અને ન્યારી ડેમ સૌની યોજનાથી ભરી આપવા સરકારને રજૂઆત.


[[$googlead]]

ગુજરાતની જીવનરેખા સમાન નર્મદા કેનાલ નેટવર્ક

ગુજરાત રાજ્યમાં નર્મદા કેનાલ નેટવર્કનું વિશાળ માળખું વિકસાવાયું છે, જે આજે ૭૪,૬૨૬ કિ.મી. સુધી વિસ્તરેલું છે. આ નેટવર્કમાં ૪૫૮ કિ.મી.ની મુખ્ય નહેર તથા ૩૮ શાખા નહેરોનો સમાવેશ થાય છે. તેના માધ્યમથી ૧૩૧ નગરો અને ૯,૬૦૦થી વધુ ગામોને પીવાનું પાણી તેમજ ૧૮ લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ છે. સૌરાષ્ટ્ર માટે સૌથી મહત્વપૂર્ણ સૌરાષ્ટ્ર શાખા નહેર કડી, મહેસાણાથી શરૂ થઈને સુરેન્દ્રનગર જિલ્લાના ભોગાવો-૨ ધોળીધજા ડેમ સુધી ૧૦૪.૪૬ કિ.મી. સુધી ફેલાયેલી છે. આ નહેર દ્વારા GWSSB, GWIL, નગરપાલિકા તથા સૌની યોજના હેઠળ પાણી પહોંચાડવામાં આવે છે. સુરેન્દ્રનગર મહાનગર પાલિકા માટે ધોળીધજા ડેમ મારફતે ૪૦ MLD પાણી, તેમજ GWIL ને ૫૫૦ MLD અને ૧૦૫૦ MLD જેવા મોટા જથ્થા ફાળવવામાં આવ્યા છે.


[[$alsoread]]

આ પણ વાંચો : Gandhinagar News : નવી જંત્રીના અમલ માટે ગુજરાત સરકારમાં હિલચાલ, વર્ષ 2026ના શરૂઆતમાં નવી જંત્રી લાગુ થવાની સંભાવના, જુઓ Video



  • Follow us on: