રાજકોટમાં નેહલ શુક્લને બરતરફ કરવાના પત્રને લઇ સ્ટે. કમિટી ચેરમેન જયમીન ઠાકરનું નિવેદન સામે આવ્યું છે, જેમાં જયમીન ઠાકરનું કહેવું છે કે, નેહલ શુક્લ સિનિયર કોર્પોરેટર છે, તેઓએ એક બોર્ડમાં રજા રિપોર્ટ મુક્યો છે અને નેહલ શુક્લ બરતરફ ન થઈ શકે અને ભાજપ દ્વારા લીગલ અભિપ્રાય લેવામાં આવશે.


[[$googlead]]

નેહલ શુક્લ ત્રણ જનરલ બોર્ડ બેઠકમાં ગેરહાજર

રાજકોટ મનપાનાં ઇન્ચાર્જ સેક્રેટરી દ્વારા ભાજપનાં કોર્પોરેટર નેહલ શુક્લ ત્રણ બોર્ડમાં ગેરહાજર હોવાથી તેમને બરતરફ કરવા અંગે કમિશ્નરને પત્ર લખીને જાણ કરવામાં આવી હતી. આ મામલે ભાજપમાં આંતરિક જૂથવાદ હોવાને કારણે ભાજપનાં જ અન્ય નેતાઓના ઈશારે આ કૃત્ય કરાયું હોવાની ચર્ચાઓ ઉઠી હતી. જેને લઈ આજે મનપાની સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન જયમીન ઠાકરે પોતાની પ્રતિક્રિયા આપી હતી. જનરલ બોર્ડની બુક તપાસી હતી. જેમાં એક બોર્ડ બેઠકમાં નેહલ શુક્લ દ્વારા રજા રિપોર્ટ મુકવામાં આવ્યો હતો. ત્રણ પૈકી એક બોર્ડ માટે રજા રિપોર્ટ રજૂ કરાયો હોવાથી પોતાની દ્રષ્ટિએ નેહલ શુક્લને બરતરફ કરી શકાય તેમ નથી.


[[$alsoread]]

આ પણ વાંચો : Surat News : દક્ષિણ ગુજરાતના કાપડ, રસાયણ અને સીફૂડ નિકાસને યુરોપિયન યુનિયનની શૂન્ય-ડ્યુટી એક્સેસથી મોટો લાભ



  • Follow us on: