સુરતના ઈચ્છાપોરમાં અવારનવાર છેડતી કરાતા વિધવા મહિલાએ ફરિયાદ નોંધી છે અને તે ફરિયાદના આધારે પોલીસે આરોપીઓને ઝડપીને કાર્યવાહી કરી છે. તારે પતિની જરૂર છે તો હું આવી જઈશ એમ કહીને વિધવા મહિલાને ફોન કર્યો હતો અને તેના આધારે પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી કરી છે.
આરોપીએ મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી
મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો મહિલાને અવાર-નવાર ધમકી મળતી હતી અને તેના કારણે આ ફરિયાદ નોંધાવી છે, તો 3 શખ્સો સોસાયટીના જ સ્થાનિકો છે અને તે મહિલાને હેરાન કરતા હતા, વારંવારની છેડતીથી કંટાળીને વિધવાએ ઈચ્છાપોર પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે ગુનો નોંધી ત્રણેય પડોશીની ધરપકડ કરી છે. પકડાયેલામાં ત્રણ પૈકી એક સોસાયટીનો ઉપપ્રમુખ છે.
આ પણ વાંચો : Mount Abuમાં ઠંડીનું પ્રમાણ વધ્યું, વાહનો અને મકાનો પર જામ્યો, જુઓ Video









