સુરતના અમરોલીમાં લંડનમાં નોકરી આપવાના બહાને ઠગાઈ કરવામાં આવી છે, અમરોલી પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે અને યુવતીને વર્ક પરમિટ મળશે તેમ કહી રૂપિયા પડાવી લીધા હોવાની વાત સામે આવી છે, જયારે યુવતીએ વર્ક પરમિટ માંગી તો એજન્ટે હાથ ખંખેરી લીધા હોવાની વાત સામે આવી હતી.
યુવતીએ અમરોલી પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી
યુવતીએ અમરોલી પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી છે, અને પોલીસે યુવતીના નિવેદનના આધારે ફરિયાદ નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, એજન્ટ હજી પોલીસના હાથે ઝડપાયો નથી અને સમગ્ર ઘટનામાં ફરિયાદ નોંધી તપાસ શરૂ કરાઈ છે, એજન્ટે અન્ય કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે તે દિશામાં પણ પોલીસની તપાસ ચાલી રહી છે.









