સુરત મહાનગરપાલિકાના કાર્યપાલક એન્જિનિયર વિપુલ ગણેશવાલા અને વચેટિયા ઈસ્માઈલ પઠાણ ઉર્ફે પરવાના લાંચના કેસમાં છેલ્લા ચાર દિવસથી પોલીસને હાથતાળી આપી રહ્યો છે. એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા આ બંને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે, ત્યારે તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે.


[[$googlead]]

સઘન પૂછપરછ હાથ ધરતા પાલિકાના તંત્રમાં ફફડાટ

પરવાનાને ફરાર કરવામાં અને તેના ગેરકાયદેસર આર્થિક વ્યવહારોમાં 'સમીર' નામના એક વ્યક્તિની ભૂમિકા અત્યંત શંકાસ્પદ ACBને જણાઈ રહી છે. ACBની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, પરવાનાને પોલીસ પકડથી દૂર રાખવામાં સમીર નામના વ્યક્તિએ મહત્વની ભૂમિકા ભજવી રહ્યો હોય તમે લાગી રહ્યું છે. ACB સૂત્રોના જણાવ્યા અનુસાર, સમીર સીમકાર્ડના વ્યવસાય સાથે સંકળાયેલો છે. આ વ્યવસાયની આડમાં તે પરવાનાના અનેક ગેરકાયદેસર કામોમાં ભાગીદાર હોવાનું પણ સામે આવ્યું છે. પરવાના ભૂગર્ભમાં ઉતરી ગયો તે પાછળ સમીરનું નેટવર્ક કામ કરી રહ્યું હોવાની પ્રબળ શંકાને આધારે હવે તેની પણ પૂછપરછની તૈયારીઓ ચાલી રહી છે.


[[$alsoread]]

આ પણ વાંચો : Gandhinagar News : ગુજરાત આગામી 1 માર્ચ, 2026ના રોજ મહાત્મા મંદિર ખાતે 3જી સેમિકનેક્ટ કોન્ફરન્સની યજમાની કરશે


  • Follow us on: