મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં 5.50 કરોડના સાયબર ફ્રોડનો આરોપી ઝડપાયો છે અને લિંબાયત પોલીસે આરોપી મોહમ્દ ઇરફાન ઉર્ફે મોનુ હિદાયત હુસૈનને ઝડપી પાડ્યો છે, વર્ષ 2019માં યુપીમાં હિંદુવાદી નેતા કમલેશ તિવારીની હત્યામાં પકડાયેલા યુસુફ પઠાણની ગતરોજ લીંબાયત પોલીસે ખંડણીના ગુનામાં ધરપકડ કરી હતી.
આરોપીની લુણાવાડામાં 5.50 કરોડના સાયબર ફ્રોડમાં પણ સંડોવણી બહાર આવી હતી
તાજેતરમાં લિંબાયત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, યુસુફ પઠાણે પોતાના જ પરિચિત મોહંમદ ઇકબાલ પાસેથી બળજબરીથી 7 લાખ રૂપિયાની ક્રેટા કાર પડાવી લીધી હતી. ફરિયાદી ઇકબાલ વેલ્ડિંગનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અને તેણે ધંધાના કામ માટે લોન પર કાર ખરીદી હતી.









