ઈજાગ્રસ્ત નિમેશ બારીયા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને ભાજપના લોગો વાળી નેમપ્લેટ કારમાંથી મળી આવી હતી, ડભોઈથી આવેલી ટોળકી સાથે થયો ઝઘડો અને આર્મ્સ એક્ટ હેઠળ કડક પોલીસ કાર્યવાહી. સાવલી તાલુકાના પોઈચા ખાંડી ગામે ફાર્મ હાઉસ પર ફાયરિંગ પ્રકરણમાં ફાર્મ હાઉસના માલિક અને ભાજપ કિસાન મોરચાના પૂર્વ ઉપપ્રમુખ છગન પટેલની સામે હત્યાની કોશિશ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને ભાદરવા પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


[[$googlead]]

મારામારી બાદ આત્મરક્ષા માટે ફાયરિંગ કરાયું હતું

વડોદરા જિલ્લા ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખ સી.કે. પટેલના પોઈચા ખાંડી ગામે આવેલા ફાર્મ હાઉસ પર ગતરાત્રે ફાયરિંગ થયું હતું. આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, ફાર્મ હાઉસ પર બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પાંચથી વધુ અજાણ્યા ઇસમો ફાર્મમાં ઘૂસી આવ્યા હોવાનું સામે આવ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, મારામારી બાદ આત્મરક્ષા માટે ફાયરિંગ કરાયું હતું.


[[$alsoread]]

આ પણ વાંચો : Banaskanthaના અંબાજીમાં આદિવાસી બાળાઓનું અનોખુ બેગપાઈપર બેન્ડ, જુઓ Video


  • Follow us on: