રોડ બનાવ્યા બાદ ગટરો ખોલી કપચી, ડામરથી મરામત કરવામાં આવી છે, કોન્ટ્રાક્ટરના કર્મીઓએ ફરી ડામર ઉખેડી પાથર્યો સિમેન્ટ અને રાવપુરા વોર્ડ નંબર 2ના સ્થાનિકોમાં કોન્ટ્રાક્ટર સામે રોષ છે, રાવપુરા વોર્ડ નંબર 7 ના વિસ્તારમાં કોન્ટ્રાક્ટર ની કામગીરી સામે રહીશોનો રોષ છે, શીયાબાગ પોલીસ ચોકીની ગલીમાં કોન્ટ્રાક્ટરે કામગીરીમાં લોલમલોલ કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
સ્થાનિકોની રજૂઆત બાદ રોડ તો બનાવ્યો પરંતુ આજુબાજુમાં ખાડા યથાવત
રોડ બનાવ્યા બાદ ગટરો ખોલી કપચી અને ડામરથી કરી મરામત તેવો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યાં છે, કોન્ટ્રાક્ટરના કર્મચારીઓએ ફરી ડામર ઉખેડી પાથર્યો સિમેન્ટ અને રોડ બનાયા બાદ બે બે વખત ગટરની કામગીરી કરતા નાગરિકોનો આક્રોશ સામે આવ્યો છે, જો આવી જ કામગીરી થાય તો વડોદરા ક્યાંથી આગળ આવશે ના કર્યા વેધક સવાલ છે.









