વડોદરા પોલીસ દારૂની હેરાફેરીને રોકવામાં સદંતર નિષ્ફળ ગઈ છે. આવા સમયે વડોદરા શહેરમાં પોલીસની નજરથી બચવા બુટલેગરે બ્યુટી પાર્લરની દુકાનમાં દારૂ છુપાવવા અનોખો કીમિયો અજમાવ્યો હતો.
વડોદરામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચનો સપાટો
પોલીસ બુટલેગરના ખેલ પાડી રહી છે ઊંધા, જેમાં ભરૂચથી વડોદરા તરફ આવતા કન્ટેનરને ઝડપી પાડી પોલીસે હાથ ધરી તપાસ તો અંદરથી ખાલી દેખાતા કન્ટેનરમાં ઉપરના ભાગે તેમજ કન્ટેનરની અંદર છુપાવ્યો હતો દારૂનો જથ્થો જેમાં 16 હજાર 620 દારૂની બોટલો મળી 94 લાખ 23 હજારનો ઝડપ્યો દારૂનો જથ્થો, પોલીસે કન્ટેનર ચાલક ગોકળરામ ઝાટની કુલ 1 કરોડ 9 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે કરી ધરપકડ, દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો અને ક્યાં જતો હતો તે અંગે પોલીસે હાથ ધરી તપાસ.









