સામાન્ય રીતે મનુષ્યને CPR આપી જીવ બચાવવામાં આવે છે પરંતુ આ કિસ્સામાં સાપનો જીવ બચાવવામાં આવ્યો. લાકડાંનો જથ્થો માથે પડતાં સાપ અર્ધબેભાન થયો હતો, પારડીની એક ખાનગી શાળાના કેમ્પસમાં બે સાપ જોવા મળતાં સંચાલકોએ જીવદયા ગ્રુપના અલી અન્સારીનો સંપર્ક કર્યો હતો. અલી અન્સારીએ શાળામાં પહોંચીને એક સાપને સુરક્ષિત પકડી લીધો હતો.


[[$googlead]]

અલી અન્સારીએ સાપની શ્વાસનળીમાં સ્ટ્રો નાખી 7 વાર ફૂંકો મારી બચાવ્યો

ઘટનાની વિગતે વાત કરીએ તો પારડીની એક ખાનગી શાળાના કેમ્પસમાં ગઇકાલે બે સાપ જોવા મળતાં સંચાલકોએ જીવદયા ગ્રુપના અલી અન્સારીનો સંપર્ક કર્યો હતો. અલી અન્સારીએ શાળામાં પહોંચીને એક સાપને સુરક્ષિત પકડી લીધો હતો, જોકે બીજા સાપને બચાવવાનો પ્રયાસ કરતી વખતે લાકડાંનો મોટો જથ્થો એના પર પડ્યો હતો. આ દુર્ઘટનામાં સાપને ગંભીર ઈજા પહોંચી હતી અને એની શ્વાસનળી દબાઈ જવાથી શ્વાસોશ્વાસની ક્રિયા બંધ થઈ ગઈ હતી અને સાપ અર્ધબેભાન થઇ ગયો હતો.


[[$alsoread]]

આ પણ વાંચો : Amreliમાં રાજુલા સહકારી નાગરિક બેન્કની ચૂંટણી યોજાશે, 28 ડિસેમ્બરે 15 ડિરેક્ટર માટે ચૂંટણી યોજાશે, જુઓ Video


  • Follow us on: