મહેસાણા જિલ્લાના ઐતિહાસિક વડનગર ખાતે રાજ્ય સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રી પ્રવીણ માળીએ ખાસ હાજરી આપી હતી. મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે, વડનગરની ધરતી પર 15થી વધુ દેશોના પતંગબાજોએ ભાગ લીધો છે અને ખૂબ જ ઉત્સાહભેર આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે.


[[$googlead]]

મકરસંક્રાંતિ પૂર્વે વડનગરમાં એક અનેરો માહોલ સર્જાયો

તેમણે વધુમાં ઉમેર્યું કે અમદાવાદના રિવરફ્રન્ટ જેવો જ ભવ્ય નજારો આજે વડનગરમાં જોવા મળી રહ્યો છે અને હજારોની સંખ્યામાં લોકો આ નજારો માણવા ઉમટી પડ્યા છે. આ મહોત્સવ દ્વારા આપણો સાંસ્કૃતિક વારસો વિદેશી મહેમાનો સમક્ષ ઉજાગર થયો છે અને મકરસંક્રાંતિ પૂર્વે વડનગરમાં એક અનેરો માહોલ સર્જાયો છે. વડનગરના આંગણે પધારેલા વિદેશી મહેમાનો પણ ભારતની અને ખાસ કરીને ગુજરાતની મહેમાનગતિ જોઈને અભિભૂત થયા હતા. ઈન્ડોનેશિયાથી આવેલા યુકા (Yuka) અને આર્જેન્ટિનાના અલેજાન્દ્રા (Alejandra) એ આયોજનના ભરપેટ વખાણ કર્યા હતા.

ઈન્ડોનેશિયાના પતંગબાજે બાલીના કાઈટ ફેસ્ટિવલ સાથે આની સરખામણી કરી

ઈન્ડોનેશિયાના પતંગબાજે જણાવ્યું હતું કે, તેઓ પહેલીવાર ભારતના આવા મોટા કાઈટ ફેસ્ટિવલમાં આવ્યા છે અને અહીંનું કલ્ચર તથા લોકોનો પ્રેમ તેમને સ્પર્શી ગયો છે. તેમણે બાલીના કાઈટ ફેસ્ટિવલ સાથે આની સરખામણી કરી હતી તો બીજી તરફ આર્જેન્ટિનાની ટીમ 'કોન્ટ્રાવિએન્ટો' (Contraviento) એ પણ આમંત્રણ બદલ સરકારનો આભાર માન્યો હતો અને ભારતની મુલાકાતને પોતાના માટે ગૌરવપૂર્ણ ગણાવી હતી.

[[$alsoread]]


  • Follow us on: