આજે મહેસાણા અર્બન બેન્કની ચૂંટણી માટે મતદાન યોજાયું છે. અર્બન બેન્કમાં રાજકારણના ગરમાવા વચ્ચે મતદાન યોજાયું છે. ચૂંટણીમાં વિકાસ અને વિશ્વાસ પેનલ વચ્ચે સીધો જંગ જોવા મળી રહ્યો છે. મતદાન માટે વહેલી સવારથી મતદારોની લાઈનો લાગી ગઈ છે. સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન મતદારો કરી શકશે. અર્બન બેન્કના કુલ 1,07,762 મતદારો પોતાના મતાધિકારીનો ઉપયોગ કરશે.
ગુજરાતની 55 અને મુંબઈની 2 બ્રાન્ચમાં મતદાન યોજાયું
તમને જણાવી દઈએ કે ચૂંટણી માટે કુલ 57 મતદાન કેન્દ્રો ઉપર મતદાન યોજાઈ રહ્યું છે. ગુજરાતની 55 અને મુંબઈની 2 બ્રાન્ચમાં મતદાન યોજાયું છે. ત્યારે પૂર્વ સાંસદ શારદાબેન પટેલે પણ મતદાન કર્યુ છે. અર્બન વિદ્યાલયના બુથ નંબર 1માં પૂર્વ સાંસદે મતદાન કર્યુ છે. ભાજપના ધારાસભ્ય મુકેશ પટેલે પણ મતદાન કર્યુ છે. મતદાન બાદ ધારાસભ્ય મુકેશ પટેલે નિવેદન આપતા કહ્યું કે મોટી સંખ્યામાંમ મતદારો આવ્યા છે, મતદારો બેન્કના વહીવટનું પરિવર્તન ઈચ્છે છે. બેન્કનું NPA વધ્યું છે તે સાચી વાત છે. બેન્કમાં પારદર્શક વહીવટ થાય તે જરૂરી છે.









