દેશમાં એક હજાર અને પાંચસો રૂપિયાની નોટો બંધ થઈ ત્યારે બેંકની બહાર લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી. નોટબંધી સમયે નોટો બદલવા માટેની લાઈનો લાગેલી દેખાઈ હતી. હવે નોટ બંધી બાદ મહેસાણામાં અર્બન બેંકની બહાર લોકોની લાઈનો લાગેલી જોવા મળી છે. લોકો 10 રૂપિયાની નવી નોટોના બંડલ લેવા માટે લાઈનમાં ઉભા રહ્યાં છે.
બેંક પાસે લોકોની લાઈનો લાગેલી જોવા મળી
નોટબંધી બાદ ફરી વાર બેંક પાસે લોકોની લાઈનો લાગેલી જોવા મળી છે. મહેસાણામાં અર્બન બેંકની બહાર લોકોની લાંબી લાઈનો જોવા મળી છે. લોકો 10 રૂપિયાની નવી નોટોના બંડલ લેવા માટે લાઈનમાં ઉભા રહ્યા છે.સવારથી જ બેંકની બહાર 10 રૂપિયાની નવી નોટો લેવા લોકોએ લાઈનો લગાવી હતી. બેંકની બહાર કાઉન્ટર ગોઠવીને લોકોને 10ની નવી નોટોનું વિતરણ કરવામાં આવ્યું હતું.ભારતીય રિઝર્વ બેંક દ્વારા અન્ય બેંકોને કેમ્પ યોજીને નવી નોટોનું વિતરણ કરવા સૂચના આપવામાં આવી છે. જેને લઈને મહેસાણામાં અર્બન બેંક દ્વારા નવી નોટોના વિતરણ માટેનો કેમ્પ યોજાયો હતો.









