મહેસાણામાં એક ખાનગી કંપનીના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. મહેસાણા-અમદાવાદ હાઈવે ઉપર દિતાસણ પાટિયા પાસે આ મામલો જોવા મળ્યો છે. અમન એપોલો કંપનીના કામદારો હડતાળ ઉપર ઉતર્યા છે. ઘણાં લાંબા સમયથી કંપનીના કામદારોનો સંચાલકો સાથે વિવાદ ચાલી રહ્યો છે. કામદારોની માગણીઓ મુદ્દે કંપની અને કામદારો વચ્ચે મોટો ગજગ્રાહ ચાલી રહ્યો છે. લાંઘણજ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. સ્થળ ઉપર પોલીસનો વીડિયો ઉતારનારા ખાનગી વ્યક્તિને ડિટેન કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે કંપનીના કામદારો પડતર માગણીઓ ન સંતોષાતા હડતાળ પર ઉતરી પડ્યા છે.


[[$googlead]]

મહેસાણાના કડીમાં પાંજરાપોળમાં વધુ 7 ગાયના મોત

બીજી તરફ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના થોળ ગામની સીમમાં આવેલા રાધાકૃષ્ણ પાંજરાપોળમાં ગાયોના મોતનો મામલો ચર્ચામાં છે. પાંજરાપોળમાં વધુ 7 ગાયના મોત થયા છે. અગાઉ 20 ગાયોના મોત થયા હતા. અત્યાર સુધીમાં કુલ 27 ગાયના મોત થયા હતા. પાંજરાપોળમાં કાદવ કિચડમાં ગાયોને રખાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો, અપૂરતી પાણીની વ્યવસ્થા અને અપૂરતા ઘાસચારાની વ્યવસ્થાને લઈ ગાયોના મોત થયાના આક્ષેપ થયા હતા.

[[$alsoread]]

  • Follow us on: