SPGના અધ્યક્ષ લાલજી પટેલે વધુ એક આંદોલનની ચીમકી સરકારને આપી છે. SPGના અધ્યક્ષ લાલજી પટેલે કહ્યું કે પ્રેમ લગ્નના કાયદામાં સુધારો કરવા માટે SPG છેલ્લા કેટલાક વર્ષોથી લડત આપી રહ્યું છે. 3 વર્ષ પૂર્વે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે SPGના સમારોહમાં કાયદામાં સુધારો કરવાની વાત કરી હતી. જો કે 3 વર્ષ બાદ પણ કાયદામાં સુધારો ન કરવામાં આવતા સર્વ સમાજના આગેવાનો સાથે ફરી એક વખત આ અંગે સીએમને રજૂઆત કરવામાં આવશે.
આ મુદ્દે ભાજપના 50 ધારાસભ્યોનું સમર્થન: લાલજી પટેલ
વધુમાં SPGના અધ્ય7 લાલજી પટેલે કહ્યું કે સર્વ સમાજના આગેવાનો સાથે ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળીને રજુઆત કરીશું. તમને જણાવી દઈએ કે SPGના અધ્યક્ષે માગણી કરી હતી કે પ્રેમ લગ્નની નોંધણી દીકરીના તેના વિસ્તારમાં જ ફરજિયાત કરવી, લોહીના સંબંધ ધરાવતા વ્યક્તિની સહી પણ તેમાં ફરજિયાત કરવામાં આવે. જો ઝડપી કાયદામાં સુધારો નહીં કરવામાં આવે તો પાટીદાર આંદોલન કરતા પણ મોટું જન આંદોલન થશે, તેવી ચીમકી લાલજી પટેલે ઉચ્ચારી છે. લાલજી પટેલે કહ્યું કે ભાજપ સરકારના જ 50 જેટલા ધારાસભ્યોએ આ વાતને સમર્થન આપ્યું છે.