ચાલુ સિઝનમાં રાજ્યમાં સાર્વત્રિક 32.73 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં 35.75 ટકા નોંધાયો છે. જ્યારે પૂર્વ મધ્ય ઝોનમાં 34.66 ટકા વરસાદ તો સૌરાષ્ટ્ર ઝોનમાં 32.79% વરસાદ અને કચ્છમાં 29.45 ટકા, ઉત્તર ગુજરાતમાં 24.77 ટકા વરસાદ વરસ્યો છે. જેને પગલે રાજ્યના જળસંગ્રહમાં પણ વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં 189 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.


[[$googlead]]

ભારે વરસાદથી સૌથી વધુ નવસારીમાં 25 રસ્તાઓ બંધ

સરદાર સરોવર ડેમમાં 48.91 ટકા જળસંગ્રહ નોંધાયો છે. રાજ્યના 206 જળાશયોમાં 47.76 ટકા પાણીનો સંગ્રહ થયો છે. રાજ્યના 19 જળાશય હાલમાં હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યા છે તો 13 ડેમને એલર્ટ પર અને 14 ડેમને વોર્નિંગ પર મુકવામાં આવ્યા છે. હજુ પણ 66 જળાશયોમાં 25% કરતાં ઓછું પાણી છે. બીજી તરફ વરસાદને કારણે હજુ 88 રસ્તાઓ બંધ હાલતમાં છે. 4 સ્ટેટ હાઈવે, જ્યારે 83 પંચાયત હાઈવે બંધ છે. સૌથી વધુ નવસારીમાં 25 અને વલસાડમાં 10 પંચાયત હસ્તકના રસ્તાઓ બંધ હાલતમાં છે. 

[[$alsoread]]

  • Follow us on: