ગુજરાતમાં આગામી સાત દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયામાં પવન ફૂંકાવાની શક્યતાઓેને કારણે માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે. 12 થી 17 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 24 કલાક બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ત્યારે ત્રણ દિવસના વિરામ બાદ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદ શરૂ થયો હતો.


[[$googlead]]

પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. શહેરમાં સાંજ પછી વરસાદી માહોલ જામ્યો હતો. શહેરના સેટેલાઈટ, શ્યામલ, એસજી હાઈવે, વેજલપુર, યુનિવર્સિટી , વિજય ચાર રસ્તા, ગુલબાઈ ટેકરા અને પાંજરાપોળ, આનંદનગર અને વસ્ત્રાપુર સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં.

[[$alsoread]]


  • Follow us on: