ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં આજથી વરસાદનું જોર વધવાની આગાહી કરી છે. 13 અને 14 જુલાઈએ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબ સાગરના ભેજના કારણે ભારે વરસાદ થઈ શકે છે.
નર્મદા અને સાબરમતી નદીમાં જળ સ્તર વધવાની શકયતા
અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે મહીસાગર,પંચમહાલ,સાબરકાંઠા,અરવલ્લી,જૂનાગઢ, ભાવનગર, રાજકોટ અને કચ્છમાં અતિભારે વરસાદ થઈ શકે છે. 15,16,17 જુલાઈ આસપાસ સિસ્ટમ ઉત્તર ભારત તરફ જશે. 22 જુલાઈએ લો પ્રેસર સિસ્ટમ બનતા વરસાદની ગતિ વધશે. એક વરસાદી સિસ્ટમ રાજસ્થાન તરફથી વરસાદની આગાહી કરાઈ છે. 27,28,29 જુલાઈએ રાજ્યમાં અણધાર્યો વરસાદ પડી શકે છે.નર્મદા અને સાબરમતી નદીમાં જળ સ્તર વધવાની શકયતા છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.









