અમદાવાદ સહિત રાજ્યભરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પણ વરસાદને પગલે પાણી ભરાયા છે. ઓઢવ વિસ્તારમાં મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. શહેરના વસ્ત્રાલ, નરોડા, રખિયાલમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સ્થાનિકો BRTS ટ્રેકમાં વાહન ચલાવવા માટે મજબૂર બન્યા છે. ત્યારે પાણી ભરાવવાથી વેપારીઓના ધંધા રોજગારને પણ મોટું નુકસાન પહોંચ્યું છે.


[[$googlead]]

અમદાવાદના શાંતિપુરા સર્કલ પાસે પાણી ભરાયા

બીજી તરફ શહેરના પશ્ચિમ વિસ્તારમાં પણ સામાન્ય વરસાદમાં પાણી ભરાવવાની સમસ્યા સામે આવી છે. SG હાઈવે ,YMCA ક્લબ પાસે પાણી ભરાયા છે. સરખેજ તરફનો આખો માર્ગ પાણી-પાણી થઈ ગયો છે. પાણી ભરાતા ભારે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ છે. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. વરસાદમાં AMC અને AUDA તંત્ર ફરી એક વખત નપાણીયું સાબિત થયું છે. શાંતિપૂરા સર્કલ નજીક પણ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સુશોભન માટે મૂકેલા ફુવારાની માફક ડ્રેનેજના પાણી બેક મારી રહ્યા છે. ત્યારે બોપલ તરફથી સનાથલ તરફનો એક બાજુનો સંપૂર્ણ માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. છેલ્લા ઘણા વર્ષોથી અહીં આ જ પ્રકારની સમસ્યા જોવા મળી રહી છે. વેસ્ટર્ન ટ્રૂંક લાઈનની વાતો વચ્ચે કામગીરીના નામે માત્ર મીંડું જોવા મળી રહ્યું છે.

[[$alsoread]]


  • Follow us on: