અમદાવાદમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાયા છે અને AMCની પ્રિ-મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ છે. શહેરના નારોલ અને ઈસનપુર વિસ્તારમાં પાણી ભરાયા છે. સામાન્ય વરસાદમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. હાઈવે રોડ પર પાણી ભરાતા ટ્રાફિકજામ સર્જાયો છે. લાંબો ટ્રાફિકજામ સર્જાતા વાહનચાલકોને પરેશાન થવાનો વારો આવ્યો છે. સમસ્યાનું નિરાકરણ લાવવામાં AMC તંત્ર નિષ્ફળ સાબિત થયું છે.


[[$googlead]]

અમદાવાદના ઓઢવમાં વરસાદી પાણી ભરાયા

બીજી તરફ ઓઢવ વિસ્તારમાં પણ આ સમસ્યા સામે આવી છે. રબારી વસાહત પાસે મુખ્ય રોડ પર વરાસાદી પાણી ભરાયા છે. વાહનચાલકો BRTS ટ્રેકમાં વાહન ચલાવવા મજબૂર થવું પડ્યું છે. 15-20 વર્ષથી આ વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા છે તેવું સ્થાનિકો કહી રહ્યા છે પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી નથી. ગટરના ઢાંકણા ખોલ્યા પણ પાણીનો નિકાલ થતો નથી તેવું પણ સ્થાનિકો કહી રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે પ્રિ-મોન્સુનના નામે ખર્ચાતા રૂપિયા ક્યાં જાય છે ?

[[$alsoread]]

  • Follow us on: