રાજ્યમાં આગામી સાત દિવસ મેઘમહેર યથાવત રહશે. વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 28 અને 29 ઓગસ્ટે માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપી છે. દરિયાકાંઠે 40થી 50 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સામાન્ય વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા વડોદરા,આણંદ, ખેડામાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઉત્તર અને દક્ષિણ ગુજરાત, બનાસકાંઠા અને સાબરકાંઠા,અરવલ્લી, મહેસાણા, તાપી, મહીસાગર, દાહોદ, સુરત, નવસારી, વલસાડ, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા પણ જરૂરી તૈયારીઓ કરવામાં આવી રહી છે. નીચાણવાળા વિસ્તારો અને નદીકાંઠાના ગામોમાં લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે.









