ગુજરાતમાં બરાબર ચોમાસુ જામ્યુ છે. રાજ્યના અનેક સ્થળો પર હિલ સ્ટેશન જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે ડાંગ જિલ્લામાં સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલમાં અનેક પ્રવાસીઓ આવી રહ્યાં છે. છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે ઝરમર વરસાદ વચ્ચે ધુમ્મ્સ ભર્યું વાતાવરણ સર્જાતા પ્રવાસીઓને મોજ પડી ગઈ હતી.
સર્પગંગા તળાવ નજીક પ્રવાસીઓની ભીડ જામી
સાપુતારાના સર્પગંગા તળાવ નજીક પ્રવાસીઓની ભીડ જામી હતી. વરસતા વરસાદમાં બોટિંગ સહિતની પ્રવૃત્તિઓ શરૂ થતાં ફેસ્ટિવલમાં ચાર ચાંદ લાગ્યા હતાં.મોનસુન ફેસ્ટિવલ જોવા આવતા પ્રવાસીઓ આનંદ માણતા દેખાયા હતાં. સાપુતારાના મુખ્ય માર્ગ ઉપર ધુમ્મ્સને કારણે ઝીરો વિઝિબિલિટી જોવા મળી હતી. ધુમ્મ્સને કારણે વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો પડ્યો હતો.









