ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો હોવાથી અનેક ઠેકાણે પાણી ભરાઈ ગયા હતાં. જ્યારે કેટલાક ઠેકાણે રસ્તાઓ બંધ થઈ ગયા હતાં. જિલ્લામાં અમીરગઢમાં ધોધમાર વરસાદ ખાબકતાં રોડ રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતાં. ઈકબાલગઢના નાળિયાવાસમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતાં. આ વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ફરી વળતાં ઘર વખરીને નુકસાન થયું હતું.


[[$googlead]]

ઈકબાલ ગઢમાં વરસાદી પાણી ફરી વળ્યા

બનાસકાંઠાના અમીરગઢમાં રાત્રે પડેલા વરસાદને કારણે તારાજી સર્જાઈ હતી. અમીરગઢના ઈકબાલગઢ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઈકબાલગઢમાં ધોધમાર વરસાદ પડતા રોડ રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતાં. ઈકબાલગઢ નાળિવાસ વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળતા નીચાણ વાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા હતાં. જેના કારણે લોકોની ઘરવખરીને મોટુ નુકસાન થયું હતું.

[[$alsoread]]


  • Follow us on: