બનાસકાંઠા સહિત રાજ્યભરમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. રાજ્યમાં મેઘાવી માહોલ જામ્યો છે. ત્યારે બનાસકાંઠાના નડાબેટમાં પણ પાણી ભરાયા છે. સુઈગામમાં નડાબેટના રણમાં પાણી ભરાયા ગયા છે. રણમાં પાણી આવતા રણ જાણે કે દરિયો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. સરહદી વિસ્તાર સુઈગામમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ધોધમાર વરસાદથી રણમાં પાણી ભરાયા છે.


[[$googlead]]

બનાસકાંઠાના થરાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે થરાદ પંથકમાં મોડી રાતથી ગાજ વીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. લાંબા સમય બાદ 3 ઇંચ વરસાદ નોંધાતા શહેરના નીચાણ વાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. થરાદ શહેરમાં નવીન કરોડો રૂપિયાના ખર્ચે ફોરલેન બનાવેલ હાઈવે રોડ પર વરસાદી પાણી ભરાતા એક તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે, ત્યારે બીજી બાજુના રસ્તા પર વાહનોનો વધુ ટ્રાફિક થતાં રેફરલ ત્રણ રસ્તા પર બે સ્વીફ્ટ અને બલેનો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેના કારણે પણ ટ્રાફિકજામ થયો હતો. 

[[$alsoread]]

  • Follow us on: