બનાસકાંઠાના ધાનેરામાં વરસાદે તબાહી મચાવી છે. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદે તબાહી હોવાના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. વરસાદી પાણીના કારણે જડિયાથી ભાટીબ રોડ ધોવાયો છે. જડિયાથી ભાટીબ રોડ ધોવાતા વાહનવ્યવહાર બંધ થઈ ગયો છે. જડિયા ભાટીબ રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. જડિયા અને ભાટીબના ખેતરોમાં પાણી ભરાયા છે.


[[$googlead]]

વરસાદી પાણી ન ઓછરતા ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા

બનાસકાંઠામાં ગઈકાલે વરસેલા ધોધમાર વરસાદે તારાજી સર્જી છે, ડીસા તાલુકાના અનેક ગામડાઓ ધોધમાર વરસાદના કારણે જળમગ્ન બન્યા હતા. જોકે વરસાદે વિરામ લીધાના 24 કલાક બાદ પણ ડીસાના દામા ગામે વરસાદી પાણી ન ઓછરતા ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ગામના મુખ્ય ચોક અને સ્કૂલ આગળ વરસાદી પાણી હજુ પણ વહેતા વિદ્યાર્થીઓ સહિત ગામના લોકો પાણીમાં ચાલવા મજબુર બન્યા છે તો ગામના ખેતરો બેટમાં ફેરવાયા છે, જેને લઈને ખેડૂતોને મોટું નુકસાન પહોંચ્યું છે.

[[$alsoread]]

  • Follow us on: