દેવભૂમિ દ્વારકામાં જન્માષ્ટમીનું પર્વ ધૂમધામથી ઉજવાઈ રહ્યું છે. ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે. ત્યારે લાંબા વિરામ બાદ મેઘરાજાએ દ્વારકામાં એન્ટ્રી કરી હતી. દ્વારકા અને આસપાસના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. દ્વારકાના દરિયામાં પણ ભારે કરંટ જોવા મળ્યો હતો. પ્રવાસીઓની ભીડને કારણે દ્વારકામાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.


[[$googlead]]

યાત્રાધામ દ્વારકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

દેવભૂમિ દ્વારકામાં લાંબા વિરામ બાદ વરસાદની એન્ટ્રી થઈ છે. વરસાદમાં ભીંજાતા લોકોએ દ્વારકાધીશના દર્શન કર્યા હતાં. બીજી તરફ દ્વારકાની ગલીઓમા પણ વરસાદને કારણે પાણી વહેતા થયા હતાં. ગઈકાલે જામખંભાળિયામાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. દ્વારકાના દરિયામાં પ્રવાસીઓએ જીવના જોખમે સ્નાન કરતાં જીવ જોખમમાં મુક્યો હતો. પાલિકા તંત્રએ સિક્યુરિટી બોર્ડ લગાવ્યા હોવા છતાં પ્રવાસીઓ દરિયામાં ન્હાવા માટે ગયા હતાં.

[[$alsoread]]


  • Follow us on: