અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ આ સિઝનમાં વરસ્યો છે, જેને પગલે જળાશયોમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. ઉપરવાસમાં વરસેલા વધુ વરસાદને કારણે મેશ્વો ડેમ 100 ટકા ભરાયો છે. ભારે વરસાદને પગલે મેશ્વો ડેમ ઓવરફ્લો થયો છે. મેશ્વો ડેમની કુલ ક્ષમતા 53,132 ઘન મીટર છે. મેશ્વો ડેમમાં પાણીની સપાટી 214. 60મીએ પહોંચી છે. ડેમ સંપૂર્ણ ભરાતા નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે. મોડાસા, ભિલોડા અને ધનસુરાના 3 તાલુકાના 27 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.


[[$googlead]]

સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ

તમને જણાવી દઈએ કે સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ આ સિઝનમાં વરસ્યો છે. ઈડર શહેર અને ગ્રામ્ય પંથકમાં, દરામલી, નેત્રામલી, સાપાવાડા, શેરપુર, ભદ્રેશર, ચિત્રોડા, કૃષ્ણનગર, રામનગર સહિતના પંથકમાં વરસાદ વરસ્યો છે. હિંમતનગરના તેજપુરા, ભેટાલી, વક્તાપુર, ગઢોડા, ગઢા, નેત્રામલી ગામે અમૃત સરોવર ઓવરફલો થયું છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. 

[[$alsoread]]

  • Follow us on: