ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં અનેક જગ્યાએ ઝરણાં અને ધોધ સક્રિય થતાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે. જ્યાં ફરવા માટે આવતા પ્રવાસીઓની ભીડ જામે છે. આવા સ્થળો પર અનેક વખત દુર્ઘટના સર્જાય છે. ત્યારે જૂનાગઢમા ગિરનારની તળેટી નજીક આવેલા જટાશંકર પાસે વહેતા ઝરણામાં ફરવા માટે આવેલા પ્રવાસીઓ ફસાયા હતાં. ગિરનાર પરથી આવતા પાણીનો પ્રવાહ વધતા પ્રવાસીઓ ફસાઈ ગયા હતાં.
જૂનાગઢમાં જટાશંકરમાં પ્રવાસીઓ ફસાયા
જૂનાગઢના જટાશંકરમાં પ્રવાસીઓ પાણીમાં ફસાયા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. ગિરનાર પરથી આવતા પાણીના પ્રવાહના લીધે પ્રવાસીઓના જીવ પડીકે બંધાયા હતાં. ફસાયેલા લોકોનું ઝાડ અને દોરડા વડે રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. ગિરનાર પરથી આવી રહેલા પાણીના પ્રવાહને કારણે લોકોને તણાઈ જવાની દહેશત સર્જાઈ હતી. રેસ્ક્યૂ કામગીરીના દીલધડક દ્રશ્યો સામે આવ્યા હતાં.









