ગુજરાતમાં આજે સવારથી જ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. રાજ્યમાં વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી જનજીવન પ્રભાવિત થયું છે. ત્યારે ખેડાના મહેમદાવાદનું સૂઢા વણસોલ ગામ સંપર્ક વિહોણું બન્યું છે. રોડ પર કેડ સમા પાણી ભરાઈ જવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ગામમાં અવર જવર કરવા માટે એક માત્ર ટ્રેક્ટરનો ઉપયોગ કરવો પડે છે. ટ્રેકટરથી ગામમાં કરીયાણુ અને શાકભાજી લવાય છે.


[[$googlead]]

એક્સપ્રેસ હાઈવે બનવાથી પાણી બ્લોક થઈ ગયા

મહેમદાવાદના સુઢા વણસોલ ગામમાં વર્ષોથી ચોમાસામાં પાણી ભરાઈ જવાનો પ્રશ્ન છે. જ્યારથી એક્સપ્રેસ હાઈવે બન્યો ત્યારથી પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાય છે. એક્સપ્રેસ હાઈવે બનવાથી પાણી બ્લોક થઈ ગયા છે. જો ગરનાળુ બનાવવામાં આવે તો પાણીનો પ્રશ્ન હલ થાય તેમ છે. વરસાદને કારણે પાણી ભરાઈ જવાથી સુઢા વણસોલ ગામ સંપર્ક વિહોણુ બનતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ગામમાંથી અવરજવર માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરવો પડે છે. ટ્રેક્ટર દ્વારા જ જીવનજરૂરી ચીજો લાવવાની ફરજ પડી રહી છે.

[[$alsoread]]


  • Follow us on: