ગુજરાતમાં આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે નવસારી જિલ્લામાં ગઈકાલથી જ વરસાદ શરૂ થઈ ગયો છે. જિલ્લાના ચાર તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો. આજે સવારે પણ નવસારી શહેરમાં વરસાદ ખાબકવાથી રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતાં. રેલવે સ્ટેશન અંડરપાસમાં પણ પાણી ભરાઈ ગયા હતાં. લોકો જોખમી રીતે અંડરપાસમાંથી પસાર થવા મજબૂર બન્યા હતાં. ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતાં.


[[$googlead]]

આજે સતત બીજા દિવસે વરસાદ ખાબક્યો હતો

નવસારી જિલ્લામાં આજે સતત બીજા દિવસે વરસાદ ખાબક્યો હતો. શહેરમાં વરસાદ ખાબકતાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતાં. જલાલપોર,ગણદેવી તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ચીખલી,ખેરગામ,વાંસદા તાલુકામાં વરસાદી માહોલ જામ્યો હતો. વરસાદને કારણે વિજલપોર,મંકોડીયા વિસ્તારમાં પાણી ભરાયા હતાં. આશાપુરી વિસ્તારના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં. નવસારી, જલાલપોર, ખેરગામ અને વાંસદામાં વરસાદ ખાબક્યો હતો.

[[$alsoread]]


  • Follow us on: