ભાવનગર જિલ્લાના પાલીતાણાનો શેત્રુંજી ડેમ ફરી એક વખત પાણીથી ઓવરફ્લો થયો છે. આ સિઝનમાં ચોથી વખત શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં વરસાદના કારણે શેત્રુંજી ડેમના 59 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. 5,310 ક્યુસેક પાણીની આવક થઈ છે અને પાણી હવે છોડવામાં પણ આવશે. ઉલ્લેખનીય છે કે સિઝનમાં ચોથી વખત ડેમ ઓવરફ્લો થયો છે. હાલમાં શેત્રુંજી ડેમના 59 દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા 17 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.


[[$googlead]]

ભાવનગરના પાલીતાણામાં ધોધમાર વરસાદ

તમને જણાવી દઈએ કે ભાવનગરના પાલીતાણામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી નદી નાળા બે કાંઠે વહેતા થયા છે. કંજરડા ગામે નાળાનું પાણી રસ્તા પર ફરી વળ્યું છે. નાળાનું પાણી રસ્તા પર આવતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે. નાનીમાળ, કંજરડા, દુધાળા સહિતના ગામે વરસાદ વરસ્યો છે. વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. આજે સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધીમાં 123 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ જુનાગઢના મેંદરડામાં કુલ 12 ઈંચ તો કેશોદમાં 10.71 ઈંચ, વંથલીમાં 10.16 ઇંચ વરસાદ, જુનાગઢના માણાવદરમાં 7 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. 

[[$alsoread]]

  • Follow us on: