પોરબંદરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. જેને પગલે એક દિવસમાં 11થી 12 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને પગલે પાણીમાં ફસાયેલા 13 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. મોચા ગામે પાણીમાં ફસાયેલા 13 લોકોનું NDRF દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે 11 પુરુષ અને 2 મહિલાઓ ફસાઈ હતી. પાણી આવતા 14 લોકો પાણીમાં તણાયા હતા, જેમાંથી 13 લોકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે, જો કે હજુ એક વ્યક્તિની શોધખોળ હાથ ધરવામાં આવી છે.


[[$googlead]]

પોરબંદરમાં એક દિવસમાં 11થી 12 ઈંચ વરસાદ

ઉલ્લેખનીય છે કે પોરબંદરમાં મેઘરાજા મન મુકીને વરસ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. શહેરની અનેક સોસાયાટીઓમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. બોખીરા, રોકડિયા હનુમાન વિસ્તાર પાણી પાણી થઈ ગયો છે અને વીરડી પ્લોટ સહિત અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. પાણી ભરાવવાના કારણે અનેક લોકો પરેશાન થયા છે. પોરબંદરમાં બોખીરા વિસ્તારમાં વરસાદ બંધ થયો પણ પાણી ન ઓસરતા હાલાકી પડી રહી છે.

[[$alsoread]]


  • Follow us on: