રાજ્યમાં આજે મેઘરાજા મન મુકીને વરસ્યા છે, લાંબા વિરામ બાદ ફરી એક વખત રાજ્યમાં વરસાદે પધરામણી કરી છે. ત્યારે સિદ્ધપુરમાં વરસાદ મુદ્દે મંત્રી બળવંતસિંહ રાજપૂતે નિવેદન આપતા કહ્યું કે સિદ્ધપુરમાં એક જ દિવસમાં ભારે વરસાદ પડ્યો, 15 વર્ષ પછી આટલો ભારે વરસાદ પડ્યો છે. એક દિવસમાં 8 ઈંચ કરતા વધુ વરસાદ સિદ્ધપુરમાં ખાબક્યો છે અને સિઝનનો 60 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે.


[[$googlead]]

સિદ્ધપુરથી ખડીયાસણ જવાનો રસ્તો પણ બંધ હાલતમાં

વધુમાં મંત્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું કે એક સાથે તમામ નદીઓમાં પૂરની સ્થિતિ વરસાદને પગલે આવી છે. ગામડાઓમાં પણ અનેક જગ્યાએ પાણી ભરાવવાની સ્થિતિ આવી છે. અમે અનેક ગામની મુલાકાત લીધી છે. મેત્રાણા ગામમાં પાણી ભરાયા છે. સિદ્ધપુરથી ખડીયાસણ જવાનો રસ્તો પણ બંધ હાલતમાં છે. સેદ્રાણાથી ખડીયાસણ માર્ગ પર પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે. સિદ્ધપુરમાં ભારે વરસાદથી વાહન વ્યવહારને અસર પહોંચી છે. 

[[$alsoread]]

  • Follow us on: