સુરતમાં આજે સવારથી જ મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. મેઘરાજાએ સુરતની 'સૂરત' જ બદલી નાખી છે અને શહેરમાં અનેક સ્થળોએ વરસાદી પાણી ભરાયા છે. શહેરનો વરાછા વિસ્તાર તો જાણે કે બેટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વિસ્તારમાં આવેલી બિલ્ડીંગોના બેઝમેન્ટમાં રહેલી દુકાનોમાં પણ પાણી ઘુસી ગયા છે અને તેના કારણે દુકાનદારોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર જ હોય તે વરસાદ વરસ્યા બાદ જોવા મળી રહ્યું છે.


[[$googlead]]

ભારે વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા

આ સિવાય સુરતના અન્ય વિસ્તારમાં પણ ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા છે. શહેરના લાલ દરવાજા પાસે બેંકના કર્મીઓ પાણીમાં ફસાયા છે. આ પાણીમાં ફસાયેલા બેન્કના 12 કર્મચારીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને કર્મચારીઓનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. મહિધરપુરા પોલીસ સ્ટાફે ફાયર વિભાગ સાથે મળીને ફસાયેલા કર્મચારીઓનું રેસ્ક્યું કરીને સલામત સ્થળે ખસેડ્યા છે. ત્યારે સુરતના પાલ વિસ્તારમાં આવેલા ઓર્ચિડ ઈલાઈટની દિવાલ પડી છે. ભારે વરસાદને પગલે પ્રોજેક્ટ પર અસર થઈ છે. જો કે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. 

[[$alsoread]]

  • Follow us on: