તાજેતરમાં સુરતમાં અનેક વિસ્તારો ખાડીપુરના પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં. શહેરના વિસ્તારોમાં ખાડી પુરને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. આ પુરના કારણે અનેક વેપારીઓને લાખો રૂપિયાનુ નુકસાન થયું હતું. હવે વરસાદે વિરામ લેતા ખાડીપુરની સમસ્ચા બાદ તંત્ર જાગ્યું છે. ખાડીની આસપાસ થયેલા દબાણોને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. 3700 ચોરસ મીટર જગ્યા પર થયેલો કાદવ-કીચડ દૂર કરાઈ રહ્યો છે.


[[$googlead]]

ખાડી આસપાસનો કાદવ દૂર કરવામાં આવી રહ્યો છે

સુરતમાં પ્રિમોન્સૂન પ્લાન અંગેના દાવાઓને વરસાદે પોકળ સાબિત કર્યા હતાં. વિકાસની ગુલબાંગો ફુંકાઈ હતી પણ તેના સુર ખાડી પુરે બંધ કરી દીધા હતાં. આખરે વરસાદ રોકાયા બાદ મહાનગર પાલિકાનું તંત્ર એક્શનમાં આવ્યું છે અને ખાડીની આસપાસ રહેલા દબાણોને દૂર કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. બામરોલી અને અલથાણા ખાડી પાસે કાદવ અને કિચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ખાડીની આસપાસનો કાદવ દૂર કરવામાં આવી રહ્યો છે.

[[$alsoread]]


  • Follow us on: