તાજેતરના ભારે વરસાદ અને ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવાને કારણે સુરત અને આસપાસના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા એક મંદિરમાં પાણી ભરાઈ જવાથી શિવલિંગ પાણીમાં ગરકાવ થઈ ગયું છે, જેને કારણે ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


[[$googlead]]

બીજી તરફ, તાપી નદી બે કાંઠે વહી રહી છે, જેના કારણે ડાક્કા અને નીવડી ઓવારા પાણીમાં ડૂબી ગયા છે. સુરતના માંગરોળ તાલુકામાં પણ કીમ નદીના પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા છે, જેમાં વેલાછાના લગભગ 35 જેટલા ફાર્મહાઉસમાં પાણી ઘૂસી ગયા છે. આ પરિસ્થિતિને જોતા, તંત્ર દ્વારા લોકોને નદી કિનારે ન જવાની અપીલ કરવામાં આવી છે.


[[$alsoread]]

  • Follow us on: