તાપીમાં વરસાદી માહોલ જામ્યો છે, જેને લઈને તાપીમાં સોનગઢનો ચીમેર ધોધ સક્રિય બન્યો છે. તાપી જિલ્લાનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. 100 ફૂટથી વધુ ઊંચેથી પડતા ચીમેર ધોધનો આહલાદ્ક નજારો લોકોનું મન મોહી લે તેવો છે. રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે અને સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે રાજ્યના જળાશયોમાં પણ પાણી આવક થઈ છે.


[[$googlead]]

તાપીના ઉકાઈ ડેમમાં નવા નીરની આવક

બીજી તરફ તરફ તાપીના ઉકાઈ ડેમમાં નવા નીરની આવક થઈ છે. ઉકાઈ ડેમમાં 33,368 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. સતત વરસાદથી ઉકાઈ ડેમની સપાટી 315.49 ફુટ પર પહોંચી છે. વ્યારામાં 4.4 ઈંચ તો સોનગઢમાં 4.2 ઇંચ, વાલોડમાં 1.92, કૂકરમુંડામાં 1.96 ઇંચ વરસાદ વરસ્યો છે. તાપી જિલ્લાના મોટાભાગના તાલુકામાં વરસાદ વરસ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 21 ટકા વરસાદ વરસી ચૂક્યો છે અને 10 જેટલા જળાશયો ઓવરફ્લો પણ થયા છે. આ સમગ્ર જાણકારી રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આપી છે. 

[[$alsoread]]

  • Follow us on: